""યાદ એક સ્પર્શની"" નવલિકા સમૂહ, 31 સામાજિક નવલિકાનો શબ્દ શણગાર છે. તમામ નવલિકા ક્રમશ લખાઈ છે અને તેમાંની અમુક નવલિકાઓ જુદા જુદા પ્લેટફોર્મ પર પ્રકાશિત પણ થઇ છે. આ સંગ્રહમાં બે-ત્રણ વાત ઊડીને આંખે વળગે એવી છે. એક તો તેની મૌલિકતા. કોઈની પણ અસર વગર લખાયેલી તમામ નવલિકા વાંચો એટલે નરેન્દ્રભાઈની પોતાની જ લાગે. બીજી વાત એનું સામાજિક વૈવિધ્ય. સાંપ્રત સમાજના વિવિધ પ્રસંગોને ઉજાગર કરતી નવલિકાઓ છે. ત્રીજી સૌથી અગત્યની વાત, નવલિકામાં રહેલી હકારાત્મકતા. આજનો સમાજ બધાં પ્રકારના Negative aspects થી ભરેલો છે. એ સમાજના પ્રશ્નોને Positive રીતે નવલિકા દ્વારા અભિવ્યક્ત કરવા એ લેખકની કસોટી રૂપ છે. એમની નવલિકાઓનો અંત મોટાભાગે હકારાત્મક જ હોય છે. અહીં લેખકની કસોટી છે. આજકાલના લેખકો વાતને સમાજમાં ગમે એમ રજુ કરે એટલે વધુ પ્રસિદ્ધિ પામે. પણ અહીં લેખકનો એવો કોઈ પ્રયાસ રહ્યો નથી, માત્ર એ કલમ અને શબ્દને પૂરેપૂરા પ્રમાણિક રહ્યા છે.